header

ડેન્માર્ક,Denmark

 
 
ડેન્માર્ક


સ્કેન્ડિનેવિયન દેશો પૈકી ઉત્તર યુરોપનો સૌથી નાનો દેશ.





                            તે ૫૪થી ૫૭ ૪૫. . અને ૮થી ૧૩ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેનું ક્ષેત્રફળ ૪૩,૦૯૮ ચોકિમી. છે. જેમાં જટલૅન્ડ દ્વીપકલ્પ અને આશરે ૫૦૦ જેટલા નાનામોટા ટાપુઓ આવેલા છે. સૌથી મોટો ટાપુ ફેરો છે. મુખ્ય ભૂમિનું નામ ઝીલૅન્ડ છે. તેની રાજધાની કૉપનહેગન છે. ડેન્માર્કની દક્ષિણમાં જર્મન-સરહદ આવેલી છે. તે ૬૮ કિમી. લાંબી છે. તેની ત્રણ બાજુએ ઉત્તર સમુદ્ર અને બાલ્ટિક સમુદ્ર આવેલા છે. તેનો દરિયાકિનારો ૪૭૩૮ કિમી. લાંબો અને વાંકોચૂંકો છે. ઉત્તરમાં આવેલી સ્લૅગરૅક ભૂશિર ડેન્માર્કને નૉર્વેથી અને પૂર્વમાં આવેલી કૅટિગૅટ ભૂશિર તેને સ્વીડનથી અલગ પાડે છે.



                            ડેન્માર્કમાં પર્વતો નથી. અહીંની ભૂમિ સમતળ છે. સૌથી ઊંચી ટેકરી ૧૭૩ મી. ઊંચાઈ ધરાવે છે. મધ્ય જટલૅન્ડમાં ઘણાં સરોવરો આવેલાં છે. ૧૫૮ કિમી. લંબાઈવાળી ગુડેના નદી ડેન્માર્કની સૌથી લાંબી નદી છે. આબોહવા ઠંડી અને ભેજવાળી રહે છે. આ દેશ સમુદ્રની નજીક હોવાથી અને અખાતી પ્રવાહને કારણે ત્યાં પ્રમાણમાં ઓછી ઠંડી રહે છે. સમગ્ર વર્ષ દરમિયાન સ્થાનભેદે ૪૦૦ મિમી.થી ૮૦૦ મિમી. જેટલો વરસાદ પડે છે.



                        દેશના ૧૦ % વિસ્તારમાં ફેલાયેલાં જંગલોમાં પ્રૂસ, ફ૨, પાઇન, બીચ, ઓક, એંશ, કૉપ્લર અને એપલ જેવાં પોચાં પરંતુ મજબૂત લાકડાવાળાં વૃક્ષો જોવા મળે છે.

 


                        હરણ, સસલાં અને શિયાળ જેવાં પ્રાણીઓ તેમ જ ગાય, બળદ, ભુંડ, ઘોડા અને ઘેટાં જેવાં પાલતુ પશુઓ જોવા મળે છે. પક્ષીઓમાં જંગલી બતક ઉપરાંત મરઘાં, તેતર, તિલોર વગેરે જોવા મળે છે, હૉલસ્ટીન, જર્સી વગેરે ગાયો માંસ, પનીર અને માખણ માટે તથા ભુંડ સૂકર માંસ માટે ઉછેરાય છે. લેઘોર્ન, રેડમાઇનોર્કા વગેરે પ્રકારની મરઘીઓ ઈંડાં અને માંસ માટે મોટા પાયે ઉછેરાય છે. મત્સ્ય-ઉદ્યોગ પણ ખૂબ વિકાસ પામ્યો છે. સહકારી ધોરણે ડેરીઉદ્યોગ પણ વિકસાવાયો છે. જવ અહીંનો મુખ્ય પાક છે. આ ઉપરાંત ઘઉં, ઓટ, રાય, સલગમ(turnip)ના છોડ, બટાટા, બીટકંદ અને ઘાસચારાનું વાવેતર થાય છે. ફળો અને શાકભાજીની ખેતી પણ થાય છે. અન્ય ઉદ્યોગોમાં સિમેન્ટ, રસાયણ, ઇજનેરી સામાન, યંત્રો, ડેરીનાં સાધનો, કાપડ, હોઝિયરી, સાબુ અને ફર્નિચરના એકમોનો સમાવેશ થાય છે.

 


                    ચૂનાના પથ્થરો, સિંધવ, પેટ્રોલિયમ, કુદરતી ગૅસ અને કપચી મુખ્ય ખનિજસંપત્તિ છે. ડેન્માર્ક ૪૧૧૬ કિમી. લાંબો આંતરિક જળમાર્ગ ધરાવે છે. અહીં પવનો સતત ફૂંકાતા રહેતા હોવાથી તેના દ્વારા પવનચક્કીઓ વગેરે ચલાવી ઊર્જા મેળવાય છે.

 


                        ડેન્માર્કના લોકો નૉર્ડિક કુળના છે. તેઓ કુશળ વહાણવટી તરીકે પ્રખ્યાત છે. ડેનિશ રાષ્ટ્રભાષા છે. મુખ્ય ધર્મ ખ્રિસ્તી છે. તેમાં લ્યૂથર્ન પંથના લોકો વધારે છે. ડેન લોકોને ફૂલો ખૂબ પ્રિય છે અને ઉનાળામાં ડેન્માર્ક એક બગીચામાં ફેરવાઈ જાય છે. તેઓ ખાવાના પણ શોખીન છે. ડેનિશ પેસ્ટ્રી (કૈક) ખૂબ વખણાય છે. બિયર તેનું માનીતું પીણું છે. યુરોપના દેશોમાં ડેન્માર્ક સૌથી વધુ દૂધનું ઉત્પાદન કરે છે.

 


                        ડેન્માર્ક એક એવું રાષ્ટ્ર છે જેણે સમાજકલ્યાણના ક્ષેત્રે ઘણીબધી પ્રવૃત્તિઓમાં પહેલ કરી છે. ૧૭૯૨માં તે પહેલવહેલું યુરોપિયન રાષ્ટ્ર બન્યું, જેણે ગુલામોના વેપારની પ્રથા નાબૂદ કરી. ૧૮૧૪માં અહીં પ્રાથમિક કેળવણી ફરજિયાત બની. તેણે સૌથી પહેલાં વૃદ્ધો માટેની પેન્શન-યોજના અમલી બનાવી. મ્યુનિસિપલ હૉસ્પિટલનો ખ્યાલ પહેલવહેલો ડેન્માર્કે વહેતો મૂક્યો. ડેન્માર્કમાં કરવેરા ઊંચા હોય છે પણ તેનો મોટો ભાગ હૉસ્પિટલ, બાળકો અને વૃદ્ધો માટેનાં સ્વાસ્થ્ય-કેન્દ્રો તથા શિક્ષણકેન્દ્રો માટે તેમ જ અપંગો વગેરે માટે ખર્ચાય છે.

 


                    બાળ-પરીકથાઓના જાણીતા લેખક હાન્સ ક્રિશ્ચિયન ઍન્ડરસન ડેન્માર્કના હતા. કાર્લ જેલ૨૫, હેત્રિક પૉન્ટોપ્પિડન, જોકેન્નિસ વી. જેન્સન જેવા ડેનિશ લેખકો નોબેલ પુરસ્કારથી સન્માનિત થયા છે. નીલ્સ બોહ્ર ખૂબ પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી હતા. ડેન પ્રજાને રૉયલ ડેનિશ નૃત્ય (Royal Danish Ballet) માટે ખૂબ ગર્વ છે. સૉકર ફૂટબૉલ તેમની ખૂબ માનીતી રમત છે.

 


                    રાજધાની કૉપનહેગનમાં આવેલ ટિવૉલી ઉદ્યાન એમ્યુઝમેન્ટ પાર્ક' તરીકે ખૂબ પ્રખ્યાત છે. ૧૦ હેક્ટરમાં પથરાયેલા આ પાર્કમાં ઉપાહારગૃહ (restaurant) અને ફન-રાઇડર્સ, ઑરકેસ્ટ્રા તથા સરકસ વગેરેની સગવડોનો સમાવેશ કરાયો છે. અઠવાડિયામાં બે વખત અહીં આતશબાજી પણ થાય છે. ઍમેલિયનબર્ગ (Amalienborg) મહેલ ડેન્માર્કના રાજવીઓનું નિવાસસ્થાન છે. અહીંનું નૅશનલ મ્યુઝિયમ પણ જોવાલાયક છે.

 


  ઇતિહાસ

                        આશરે ૧૪,૦૦૦ વર્ષ પહેલાંથી ડેન્માર્કમાં માનવ-વસવાટ શરૂ થયો. આશરે ઈ..પૂર્વે ૩૦૦૦થી ત્યાં ખેતી કરવામાં આવતીઈસુ ખ્રિસ્તના સમયથી દરિયાઈ વેપારને કારણે જાણીતી સંસ્કૃતિઓનો તેને સંપર્ક થયો. આશરે ઈ.. ૯૫૦માં રાજા હેરાલ્ડ બ્લુરુથે ડેન્માર્કમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવ્યો. ૧૩મી સદીમાં બાલ્ટિક સમુદ્રના દક્ષિણ કિનારા તરફ ડેનિશ સત્તા વિસ્તરી. ૧૪મી સદીમાં રાણી માર્ગારેટે ડેન્માર્ક, નૉર્વે અને સ્વીડનના સંયુક્ત રાજ્યની રચના કરી. ૧૫૨૩માં સ્વીડન તેમાંથી અલગ થઈ ગયું. ૧૬૫૭થી ૧૬૬૦ દરમિયાનનાં યુદ્ધોમાં ડેન્માર્કના ઘણા પ્રદેશો સ્વીડને જીતી લીધા૧૮૪૯માં ડેન્માર્કે તેનું પ્રથમ લોકશાહી બંધારણ અપનાવ્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ ડેન્માર્ક કબજે કર્યું. ૧૯૫૩માં ડેન્માર્કે નવું બંધારણ ઘડ્યું. ૧૯૭૩માં ડેન્માર્ક યુરોપીય સંઘનું સભ્ય બન્યું૧૯૯૮ની ચૂંટણીમાં લિબરલ પાર્ટીનો પાઉલ નિરૂપ રાસ્મસેન ફરીથી વડાપ્રધાનપદે ચૂંટાયો૨૦૦૧માં એન્ડર્સ ફોગ રાસ્સુસેન ચૂંટાઈને વડાપ્રધાન બન્યો. ૨૦૦૩માં ડેન્માર્કનો આર્થિક વિકાસ મંદ રહ્યો. લોકોનો વિરોધ હોવા છતાં, ત્યાંની સરકારે અમેરિકાએ કરેલા ઇરાક પરના આક્રમણને ટેકો આપ્યો અને પોતાના સૈનિકો મોકલ્યા. . સ૨૦૦૪માં ડેન્માર્કના અર્થતંત્રમાં સુધારો થયો. ફેબ્રુઆરી, ૨૦૦૫માં થયેલી ચૂંટણીમાં વડાપ્રધાન રાસ્મસેનના પક્ષને સૌથી વધુ પ૨ બેઠકો મળી અને તેણે સંયુક્ત સરકારની રચના કરી. નવેમ્બર, ૨૦૦૭ની ચૂંટણીઓમાં વડાપ્રધાન રાસ્મસેને ત્રીજી વાર વડાપ્રધાનપદ મેળવ્યું. . સ૨૦૦૮માં વડાપ્રધાન રાસ્મસેને સંસદમાં પાતળી બહુમતીથી સત્તા ટકાવી રાખી.



READ ઠક્કરબાપા,Thakkarbapa







ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ