header

ઠક્કરબાપા,Thakkarbapa

 

ઠક્કરબાપા
 
(. ૨૯ નવેમ્બર ૧૮૬૯, ભાવનગર; . ૧૯ જાન્યુઆરી ૧૯૫૧, ગોધરા)


દલિત અને વંચિત જનોની મૂક સેવા કરનાર સમાજસેવક.

 




                            તેમનું પૂરું નામ અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર. માતાનું નામ મૂળીબાઈ. તેમનો જન્મ સંસ્કારી લોહાણા કુટુંબમાં થયો હતો. ભાવનગર તથા ધોલેરામાં પ્રાથમિક શિક્ષણ મેળવી, મૅટ્રિક સુધીનો અભ્યાસ ભાવનગરમાં કર્યો. મૅટ્રિકની પરીક્ષામાં મુંબઈ પ્રથમ યુનિવર્સિટીમાં આવી પુર્ણની ઇજનેરી કૉલેજમાંથી ઇજનેરી ડિગ્રી પ્રાપ્ત કરી, પિતા વિઠ્ઠલદાસમાંથી અમૃતલાલમાં સેવાનો પુત્ર ગુણ ઊતર્યો હતો. તેમણે આફ્રિકા તથા મુંબઈમાં નોકરી કરી. મુંબઈમાં તેમની મુલાકાત હરિજનપ્રવૃત્તિના જનક વિઠ્ઠલ રામજી શિંદે સાથે થઈ. તેઓ ઠક્કરબાપાના ગુરુ બન્યા. મહારાષ્ટ્રના સાંગલી ગામના નિવાસ દરમિયાન તેઓ ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાળ કૃષ્ણ ગોખલે તથા પીઢ કેળવણીકાર ધોંડો કેશવ કર્વેના પરિચયમાં આવ્યા.




                        ૧૯૧૩માં પિતાના મૃત્યુ પછી, સેવાની ઉત્કટ લગનીથી પ્રેરાઈ તેઓ નોકરી છોડી દઈ રચનાત્મક સેવાકાર્યોમાં લાગી ગયા. ૧૯૧૪માં તેમણે ગોકુળ અને મથુરામાં દુષ્કાળ-રાહતકાર્ય સંભાળ્યું. ૧૯૧૫૧૬માં મુંબઈમાં સફાઈ-કામદારોની સહકારી સોસાયટી સ્થાપી. અમદાવાદમાં મિલ-મજૂરોનાં બાળકો માટે તેમણે શાળા શરૂ કરી. ૧૯૨૦માં ઓરિસામાં દુષ્કાળ-રાહતનું કામ સંભાળ્યું. ૧૯૨૧માં સૌરાષ્ટ્રમાં ખાદી-પ્રચારનું કાર્ય સંભાળ્યું. ૧૯૨૨માં ભીલ સેવામંડળની સ્થાપના કરી. વળી, ઝાલોદમાં મીરાખેડી આશ્રમ અને દાહોદમાં શબરી કન્યાશ્રમ સ્થાપ્યા. ગાંધીજીની વિનંતીથી તેમણે હિરજન- સેવકસંઘના સેક્રેટરીનો હોદ્દો સ્વીકારી એક વરસથી ઓછી મુદતમાં રિજનસેવક સંઘની ૨૨ પ્રાંતિક શાખાઓ અને ૧૭૮ જિલ્લા-કેન્દ્રો સ્થાપ્યાં હતાં. ગોધરાના હિરજન આશ્રમના તેઓ સ્થાપક હતા. હિરજનોના ઉત્કર્ષ માટે સમગ્ર ભારતનો તેમણે પ્રવાસ કર્યો હતો.

 


                    ૧ ૯ ૩ ૮ ૪ ૨ દરમિયાન આદિવાસી અને  પછાત વર્ગના કલ્યાણ માટે તેમણે ખૂબ કામ કર્યું. ૧૯૪૪માં તેઓ કસ્તુરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ફંડ અને ટ્રસ્ટના વ્યવસ્થાપક અને સેક્રેટરી બન્યા.

 



                    આઝાદી બાદ તેઓ બંધારણસભામાં ચૂંટાયા. ગાંધી રાષ્ટ્રીય સ્મારક નિધિના તેઓ ટ્રસ્ટી અને કારોબારી સમિતિના સભ્ય હતા. ૨૯ નવેમ્બર, ૧૯૪૯ના રોજ તેમને ૮૦ વર્ષ પૂરાં થતાં સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે તેમને દિલ્હીની જાહેર સભામાં ખાસ તૈયાર કરેલ સ્મારક ગ્રંથ અર્પણ કરવામાં આવ્યો હતો.

 


                    હરિજનો તથા આદિવાસીઓને બધા લાભો અને હકો મળે તે માટે એમણે જીવનના અંત સુધી પ્રયત્નો ચાલુ રાખ્યા. મજૂરોના પ્રશ્નને માનવતાની દૃષ્ટિએ મૂલવવા જોઈએ એવો તેમનો આગ્રહ હતો. આદિવાસીઓના કલ્યાણ તરફ દુર્લક્ષ સેવવા બદલ બ્રિટિશ સરકારના તેઓ ટીકાકાર હતા. ખાદી અને ગૃહ-ઉદ્યોગો દ્વારા ગામડાંના ગરીબ લોકોને રોજી પૂરી પાડવાના તેઓ હિમાયતી હતા.

 

 

                        હરિજન’, ‘ધ સર્વન્ટ ઑફ ઇન્ડિયા' અને હિન્દુસ્તાન ટાઇમ્સજેવાં સામયિકોમાં તેઓ લેખો લખતા. તેમણે કાળે મેમોરિયલ વ્યાખ્યાનમાળામાં ભારતની આદિમ જાતિઓ' – એ વિશે વ્યાખ્યાન આપેલું. એમાં તેમણે આદિવાસીઓના પ્રશ્નો અંગે વિસ્તારથી ચર્ચા કરી છે. ભીલ કોમની ઉન્નતિ માટે તેમણે કઠણ પરિશ્રમ કર્યો. ભીલ લોકો તેમને વહાલ અને માનની લાગણીથી ઠક્કરબાપાકહેતા.

 

અમલા પરીખ


READ ટોલ્સ્ટૉય,Tolstoy






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ