ટિટોડી
જળાશયો કે
ભેજવાળી જમીન પર રહેતું, લાંબા પગવાળું, કાબરને મળતું ભૂચર પક્ષી.
ટિટોડી
ખેતર, વાડી, નદી-તળાવના કાંઠા તથા સમુદ્રકિનારે વસે છે. તેને માણસની ખાસ ભડક હોતી
નથી. સામાન્ય રીતે નર-માદા જોડીમાં ફરે છે, તે જમીન પર ફરનારું પક્ષી છે. તેના
પગની રચના એવી હોય છે કે તે ઝાડ કે તાર પર બેસી શકે નહીં, સપાટ છાપરાં પર બેસી
શકે.
ટિટોડીનાં
માથું, ડોક, ગળું અને છાતી કાળા રંગનાં હોય છે. આંખ પાસેથી ધોળા રંગનો પો પડખા
સુધી અને પેટની નીચે જાય છે. પાંખનાં મોટાં કાળાં પીછાં હોય છે. આંખની આસપાસ લાલાશ
પડતો ભાગ જોવા મળે છે.
ટિટોડી
ખોરાકમાં જીવાત, અનાજના દાણા અને અન્ય વનસ્પતિ ખાય છે. તીણા કર્કશ અવાજથી વક્ તી
તી વ; વક્ તી તી તી વક્ એમ બોલતી તે સૌનું ધ્યાન ખેંચે છે. મોટે ભાગે તે ભેજવાળી
જમીનની આસપાસ નાના પથ્થર એકઠા કરી તેમની વચ્ચે તેમને મળતા આવતા રંગવાળાં, ૩થી ૪
રાખોડી-ભૂરાં અને કાળી છાંટવાળાં ઈંડાં મૂકે છે. કોઈક વાર તે બંગલાના ધાબા ઉપર પણ
ઈંડાં મૂકે છે. જળાશયના કાંઠા ઉપર એવા અંતરે ને ઊંચાઈએ ટિટોડી ઈંડાં મૂકે છે કે
ત્યાં ચોમાસામાં ભાગ્યે જ પાણી આવે.
ટિટોડી
એવું મનાય
છે કે ટિટોડી કેટલો વરસાદ પડશે તે પોતાની આંતરસૂઝથી જાણી જાય છે અને તે પ્રમાણે
નક્કી કરીને જમીન પર જરૂરી ઊંચાઈ પર માળો બાંધે છે. આ લોકમાન્યતા વૈજ્ઞાનિક રીતે
કેટલી સાચી છે તે નક્કી થયું નથી. તેના માળા કે તેનાં બચ્ચાં તરફ કોઈ જાય તો તેનું
ધ્યાન પોતાની તરફ ખેંચવા તે માળાની વિરુદ્ધ દિશામાં ઊડતી ઊડતી કે ચાલતી ચાલતી
ચીસાચીસ કરી મૂકે છે. વળી અન્ય પ્રાણી (કૂતરાં) તેનાં ઈંડાં કે બચ્ચાં પાસે જવા
માંડે તો તેની નજીક જઈ ઊંચા સાદે અવાજ કાઢી પ્રાણીને પોતાની તરફ વાળી લે છે.
READ જુનો ભાખડો છે.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment