તેતર
ભારે શરીર અને ટૂંકી પૂંછડી ધરાવતું, સીમમાં કે ખેતરના છેડે ઘાસમાં છુપાઈ રહેતું પક્ષી.
તેતર ભારતમાં લગભગ બધા જ સૂકા
વિસ્તારોમાં જોવા મળે છે. તે મુખ્યત્વે જમીનનું પક્ષી છે, તે દોડવામાં પાવર પણ ઊડવામાં નિર્બળ
હોય છે, ફક્ત રાત્રે તે ઝાડ પર ચઢી જાય છે. તેતરનો રંગ માટીમાં મળી જાય એવો ધૂળિયો
હોય છે. તે ટોળામાં ફરે છે. તે ફળ, બીજ, જંતુ અને કૃમિ ખાય છે. તે તેના પગના નહોરથી જમીન ખોતરીને ખોરાક મેળવે છે. તે ધૂળ-સ્નાન કરે છે.
માદા તેતર સલામત સ્થળે માળો બાંધી
તેમાં ૬થી ૯ ઈંડાં મૂકે છે. બચ્ચાં જન્મતાંની સાથે જ દોડી શકે છે. તેતરનો સ્વભાવ મિલનસાર હોય છે. તેને પાળી શકાય છે. તે પોતાના માલિકની પાછળ ગમે તેવા જંગલમાં પણ ફરે છે. તેતર પાણી પીધા વગર લાંબો સમય રહી શકે છે. ભારતમાં ત્રણ પ્રકારનાં તેતર જોવા મળે
છે ઃ કાળું તેત૨ (Black Partridge) બદામી કે કાળું ટપકાંવાળું હોય છે. સફેદ કે ભૂખરું તેતર ઘાસિયા પ્રદેશમાં ઘાસ અને સળેકડીઓનો માળો બનાવે
છે. ડિયા તેતર સર્વત્ર જોવા મળે છે. તે બદામી કે ભૂખરા રંગનું હોય છે. માણસોની આવજા થતાં ઝડપથી ઊડીને તે ઘાસમાં છુપાઈ જાય છે. કદમાં તે નાની મરઘી જેવડું હોય છે. ભક્ષણ કરવા માટે તેનો શિકાર થાય છે.
READ તુલસી,Basil
0 ટિપ્પણીઓ
Please do not share links in comment