header

થાઇલેન્ડ,Thailand

 
થાઇલેન્ડ

મલય દ્વીપકલ્પના ઉત્તર છેડે આવેલો દેશ.




                        થાઇલૅન્ડશબ્દનો અર્થ સ્વતંત્ર દેશથાય છે. તેનું જૂનું નામ સિયામ છે. તેની પૂર્વ દિશાએ કંબોડિયા, લાઓસ અને વિયેટનામ; દક્ષિણે મલેશિયા અને પૂર્વ તરફ થાઇલૅન્ડનો અખાત; ઉત્તરે ચીન તથા પશ્ચિમે મ્યાનમાર અને આંદામાનનો સમુદ્ર છે. તેનું ક્ષેત્રફળ ૧,૧૩,૧૨૦ ચોકિમી. છે.

 

 

                                થાઇલૅન્ડના ચાર કુદરતી વિભાગો છે. ઉત્તરનો પહાડી પ્રદેશ ગીચ જંગલોવાળો છે. પર્વતનું સૌથી  ઊંચું શિખર ડોઈ ઇન્ટેનન (૨૯૯૫ મી.) છે. સૌથી ફળદ્રૂપ મધ્યસ્થ મેદાન ચાઉ પ્રાયા નદીના કાંપથી બનેલું છે. પહાડી પ્રદેશના ઈશાને આવેલો ખોરાતનો ઉચ્ચપ્રદેશ સરેરાશ ૧૮૫ મી. ઊંચો છે. તેની કંકરવાળી જમીન હલકી અને ઓછી ઉપજાઉ છે. તેનો દક્ષિણ ભાગ ખનિજો અને રબરની સમૃદ્ધિ ધરાવે છે.

 

                    મૅકોંગ, ચાઉ પ્રાયા અને મુન થાઇલૅન્ડની મુખ્ય નદીઓ છે.


                        આખા વરસ દરમિયાન એકંદરે ૨૪થી ૨૯૦ સે. તાપમાન રહે છે. જોકે શિયાળામાં ઉત્તરના પહાડી પ્રદેશમાં ૧૬૦સે. તાપમાન રહે છે. દેશના ઉત્તર અને ઈશાન ભાગમાં ૧૦૦૦ ૧૧૦૦ મિમી., અગ્નિખૂણે તથા દ્વીપકલ્પમાં ૨૩૦ ૨૫૦૦ મિમી. તથા મ્યાનમાર સરહદે મેથી ઑક્ટોબર મહિનાઓ દરમિયાન ૬૫૯૦ મિમી. વરસાદ પડે છે. દેશનો સરેરાશ વરસાદ ૧૪૦૦ મિમી. ગણાય છે. -

 

                                દેશનો ૩૦%થી ૩૩% ભાગ જંગલવિસ્તાર છે. અહીં સાગ, યાંગ ઉપરાંત વાંસ પુષ્કળ થાય છે. દરિયાકિનારે મઁગ્રોવ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. વન્ય પ્રાણીઓમાં હાથી, ગેંડો, હરણ, દીપડો, મગર, સાપ તથા લીલા કાચબા જોવા મળે છે. થાઇલૅન્ડના અખાતમાંથી તથા પાણી ભરેલા ક્યારાઓ, નદીઓ અને જળાશયોમાંથી પુષ્કળ માછલીઓ  મળે છે.


                            ખનિજોમાં કલાઈના ઉત્પાદનમાં દુનિયાના દેશોમાં તેનું બીજું સ્થાન છે. જસત, ઍન્ટિમની, ટંગસ્ટન, મેંગેનીઝ, લોખંડ, ટેન્ટેલાઇટ, ચિરોડી, લિગ્નાઇટ, કુદરતી વાયુ, પેટ્રોલિયમ તેમ જ રત્ન પ્રકારનાં માણેક અને નીલમ અન્ય મહત્ત્વનાં ખનિજો છે.

 

                            ડાંગર મુખ્ય પાક છે. આ ઉપરાંત સોયાબીન, મકાઈ, કસાવા, શેરડી, તમાકુ, ભીંડી, પાઇનેપલ, કેળાં અને રબરનું ઉત્પાદન થાય છે. ઉત્તર થાઇલૅન્ડમાં અફીણનું વાવેતર થાય છે. દેશના ૬૬% લોકો ખેતીમાં રોકાયેલા છે.

 

                                પાટનગર બેંગકોક અને તેની નજીકના વિસ્તારમાં કાપડ, પીણાં, સિગારેટ, સિમેન્ટ, પ્લાયવૂડ, કાગળ, શણના કોથળા અને કંતાન, પ્લાસ્ટિક, ટાયર અને ટ્યૂબ, ખાંડ અને લાઈ વગેરેનાં નાનાંમોટાં કારખાનાં આવેલાં છે. હાથીદાંત તથા લાકડાં ઉપરનું કોતરકામ અને લાખયુક્ત ફર્નિચર બનાવવાના ગૃહઉદ્યોગો છે. પ્રવાસન-ઉદ્યોગ પણ વિકસ્યો છે.

 


                                થાઇલૅન્ડમાં નદીઓ અને નહેરોનો આંતરિક જળમાર્ગ છે. કેટલાક લોકો હોડીમાં કાયમી વસવાટ કરે છે. અહીં ૨૮,૦૦૦ કિમી.ના માર્ગો છે. બેંગકોકથી શરૂ થતી રેલવે ૩૮,૦૦૦ કિમી. લાંબી છે. થાઇલૅન્ડનું મુખ્ય બંદર બેંગકોક અખાતના મુખથી અંદરના ભાગમાં ૫૦ કિમી. દૂર ચાઉ પ્રાયા નદી ઉપર આવેલું છે. આ સિવાય અન્ય ૨૦ બંદરો છે. બેંગકોક નજીક બે વિમાની મથકો છે.



                            થાઇલૅન્ડની વસ્તી (૨૦૧૦) ,૩૮,૭૮,૨૬૭  અંદાજે છે. થાઇલૅન્ડમાં થાઇ, લાઓ, ચીના, મોન, મલય, કરેન વગેરે વિવિધ જાતિઓ વસે છે. ૯૪ % લોકો બૌદ્ધધર્મી છે. દેશમાં ૭થી ૧૫ વરસની વય સુધી શિક્ષણ મફત અને ફરજિયાત છે. અહીં કુલ ૧૧ વિશ્વવિદ્યાલયો આવેલાં છે. બે ઉચ્ચ કક્ષાની ટૅક્નૉલૉજિકલ સંસ્થાઓ છે. મુખ્ય ભાષા થાઇ છે. મોટા ભાગના લોકો હજી ગામડાંમાં વસે છે.



                                ગામડાંનાં ઘરો લાકડાં અને વાંસનાં બનેલાં હોય છે. ભાત આ લોકોનો મુખ્ય ખોરાક છે. તેઓ માછલી, માંસ, ચીકન તથા શાકભાજીનો પણ ઉપયોગ કરે છે. ફળોનો ઉપયોગ પણ સારા પ્રમાણમાં થાય છે. થાઇ કુસ્તી (takraw), પતંગ ઉડાડવી, મરઘાંલડાઈ મુખ્ય રમતો છે. રગ્બી, ફૂટબૉલ, બાસ્કેટબૉલ જેવી પશ્ચિમી રમતો પણ ૨માય છે. સુરિન રાઉન્ડ અપ થાઇલૅન્ડનો સૌથી રંગીન તહેવાર છે. હજારો લોકો હાથીદોડ જોવા આવે છે. બેંગકોકના ગ્રાન્ડ પૅલેસમાં આવેલું બૌદ્ધમંદિર (Temple of the Emerald Buddha) સૌથી જૂનું અને જોવાલાયક સ્થળ છે.

 


                            પાટનગર બેંગકોક, સમૂત, પ્રાકન, નોત્થાબુરી, ઉોન થાની, ચિયાંગ માઇ, નાખોન રત્યાસીમા વગેરે અહીંનાં જાણીતાં શહેરો છે.



ઇતિહાસ :

                            પુરાતત્ત્વીય પુરાવા મુજબ આશરે ૨૦,૦૦૦ વરસથી થાઇલૅન્ડમાં માનવવસવાટ થયો હતો. ૧૮મી સદીમાં ચીનમાંથી થાઇ લોકો આવીને ત્યાં વસ્યા, ત્યારે દેશનું નામ સિયામ હતું. ૧૩મી સદીમાં સૂબો થાઇ અને ચિયાંગ હાઇ રાજ્યો સ્થપાયાં, સિયામાં અયયા વંશ સ્થપાયો. ૧૭૬૭માં મ્યાનમારે (બર્મા) ચડાઈ કરી અયયા વંશનો અંત આણ્યો. . . ૧૭૮૨માં મ્યાનમારની સત્તા દૂર કરી, ચાઉ ફ્રાયાએ ચક્રી વંશ સ્થાપી પોતાને રાજા રામ ૧લો જાહેર કર્યો. રામ ૪થા (૧૮૫૧'૬૮) અને રામ પાંચમાએ (૧૮૬૮-૧૯૧૦) આધુનિક સુધારા કર્યા. ગુલામીપ્રથા દૂર કરી. રેલવે અને ટેલિગ્રાફની શરૂઆત થઈ. . . ૧૯૩૨માં ક્રાંતિ દ્વારા રાજાશાહી નાબૂદ થઈ અને બંધારણીય રાજાશાહી શરૂ થઈ. તે પછી વારંવાર બળવા થયા અને નવાં બંધારણો ઘડાયાં. ૧૯૩૯માં સિયામનામ બદલીને થાઇલૅન્ડકરવામાં આવ્યું. ૧૯૪૧માં જાપાને થાઇલૅન્ડ કબજે કર્યું. ૧૯૪૫માં સત્તાધીશ બનનાર ફિલ્ડમાર્શલ ફિબુનને ૧૯૫૭માં જનરલ સારીતે દૂર કર્યો



                                ૧૯૭૩માં લોકોની સંયુક્ત સરકાર સ્થપાઈ. ૧૯૯૭માં ચુઆન લિપકાઈ વડોપ્રધાન બન્યો. ૨૦૦૧ની ચૂંટણીમાં વિજયી બનીને થાકસીન શીનાવાત્રા વડોપ્રધાન બન્યો. જૂન, ૨૦૦૬માં ૭૮ વર્ષના રાજા ભૂમિબલના રાજ્યાભિષેકની ૬૦મી સંવત્સરી લાખો લોકોએ ઉત્સાહપૂર્વક ઊજવી. સપ્ટેમ્બર, ૨૦૦૬માં જનરલ સોંધીએ લશ્કરની મદદથી થાકસીનને દૂર કરીને સત્તા કબજે કરી. ડિસેમ્બર, ૨૦૦૭માં ચૂંટણી યોજાઈ તે પછી ૨૦૦૮માં સામક સુંદરવેજ વડાપ્રધાન બન્યો. કોર્ટના ચુકાદાને કારણે તેણે રાજીનામું આપ્યું. તેના પછી સોમચાઈ વોંગસાવત અને ૨૦૦૯માં અભિસિત વેજાજિવ વડોપ્રધાન બન્યો. ૨૦૧૦માં રેડ શર્ટદ્વારા હિંસક વિરોધ થયો; તેમાં ૮૭ માણસો માર્યા ગયા. ૨૦૧૧માં ઇંગલક શિનાવાત્રાની આગેવાની હેઠળ ફ્યુ થાઇ પાર્ટીને ચૂંટણીમાં બહુમતી મળી અને તે મહિલા વડાંપ્રધાન બન્યાં.

 અમલા પરીખ


READ ત્રિભુવનદાસ ગજ્જર,Tribhuvandas Gajjar







ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ