header

ત્રિભુવનદાસ ગજ્જર,Tribhuvandas Gajjar

 
ત્રિભુવનદાસ ગજ્જર
 
(. ૩ ઑગસ્ટ, ૧૮૬૩, સૂરત; . ૧૬ જુલાઈ, ૧૯૨૦, મુંબઈ)
 

હુન્નર-ઉદ્યોગને લગતું શિક્ષણ માતૃભાષામાં આપવાના પ્રખર હિમાયતી, ભારતીય રસાયણ

 




                                ઉદ્યોગના આદ્યપ્રવર્તક અને સુપ્રસિદ્ધ રસાયણવિદ. ગુજરાતના આ વિજ્ઞાનીનો જન્મ સૂરતની સુથાર જ્ઞાતિના અગ્રેસર ગણાતા કુટુંબમાં થયો હતો. ફૂલકોરબહેન તેમનાં માતા તથા કલ્યાણદાસ તેમના પિતા હતાં. તેઓ નાનપણથી જ અભ્યાસમાં તેજસ્વી હતા. એક વખત સૂરતના ન્યાયાધીશ બર્કવુડે ગજ્જરની તેજસ્વિતાથી અંજાઈને તેમને ભૂસ્તરવિજ્ઞાનનું એક પુસ્તક વાંચવા આપ્યું અને બોતેર કલાકમાં તેનો પ્રતિભાવ આપવા જણાવ્યું. ગજ્જરે આ પુસ્તક ૨૪ કલાકમાં જ વાંચીને તેનો પ્રતિભાવ આપ્યો. ન્યાયાધીશ આથી ખૂબ ખુશ થયા અને તેમણે ગજ્જરને વિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરવાની સલાહ આપી. આ બાબતથી પ્રેરાઈને ગજ્જરે વાચનમાં ઊંડો રસ લેવા માંડ્યો. સમય મળ્યે તેઓ પિતાને કારખાનામાં પણ મદદ કરતા; ક્યારેક ચિત્રશાળામાં પણ જતા.

 


                                    ૧૬ વર્ષની વયે તેમણે મૅટ્રિકની પરીક્ષા સારા ગુણ મેળવી પસાર કરી. વધુ અભ્યાસ માટે તેઓ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા અને  ત્યાંથી ૧૮૮૦માં રસાયણશાસ્ત્રમાં પ્રથમ વર્ગ સાથે બી.એસસી.ની તથા ૧૮૮૩માં એમ.એસસી.ની પદવીઓ પ્રાપ્ત કરી. તે પછી થોડા સમય માટે વડોદરામાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. વડોદરામાં તેમણે છાપકામ ને રંગાટીકામની પ્રયોગશાળા શરૂ કરી અને રંગરહસ્યનામનું ત્રૈમાસિક શરૂ કર્યું. અભ્યાસકાળથી જ તેમણે વિજ્ઞાનમાં સંશોધનની દિશામાં કારકિર્દી પ્રાપ્ત કરવાનો નિર્ધાર કર્યો હતો. જો પ્રજા વિજ્ઞાન અને ટેક્નૉલૉજી પ્રત્યે અભિમુખ થાય તો જ દેશ ઊંચો આવે તેવી દઢ માન્યતા તેઓ ધરાવતા હતા. આ કારણસર તેઓ ઊંચા પગારવાળી નોકરીઓને બાજુ પર મૂકી દીર્ઘદ્રષ્ટા રાજવી શ્રીમંત સયાજીરાવના આશ્રયે વડોદરામાં સ્થાયી થયા. સયાજીરાવે ગજ્જરની સલાહથી ૧૮૯૦માં વડોદરામાં કલાભવનની સ્થાપના કરી હતી. સમગ્ર પશ્ચિમ ભારતમાં ટેક્નિકલ શિક્ષણની આ પ્રથમ સંસ્થા હતી. ત્યાં ગજ્જર આચાર્યપદે નિમાયા હતા. છ વર્ષ સુધી કલાભવનમાં રહી તેમણે ગુજરાતી ભાષામાં વિજ્ઞાનને લગતું સાહિત્ય જ્ઞાનમંજૂષાઅને લઘુમંજૂષાશ્રેણીમાં તૈયાર કરવા માંડ્યું. આ માટે પારિભાષિક શબ્દો શોધવા તૈયાર કરવામાં તેમણે કવિ કાન્તની પણ સહાય લીધી હતી.



                                    ૧૮૯૬માં તેઓ મુંબઈની વિલ્સન કૉલેજમાં રસાયણવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે જોડાયા. તે દરમિયાન મુંબઈમાં મરકી (Plague) નામે મહામારીનો રોગ ફાટી નીકળતાં તેમણે આયોડિન ટરક્લૉરાઇડ નામની ઔષધિ શોધી કાઢી. દવા બનાવતી કંપનીઓ દ્વારા તેના હક મેળવવા ગજ્જરને લાખો રૂપિયાની ઑફર મળી તેમ છતાં તેમણે તે પ્રલોભન જતું કરીને તે દવા બનાવવાનાં દ્રવ્યો અને બનાવવાની રીત (Formula) લોકહિતાર્થે જાહેર કરી દીધી.

 


                                ૧૮૯૭માં મુંબઈના કોટવિસ્તારમાં મુકાયેલા મહારાણી વિક્ટોરિયાના બાવલા પર દામોદર ચાફેકરે કાળા ડામર જેવો રંગ લગાડી દીધેલો. આનાથી સરકાર અકળાઈ ઊઠેલી, કારણ કે અનેક અંગ્રેજ વિજ્ઞાનીઓના પ્રયત્ન છતાં આ ડાઘાનો રંગ જતો ન હતો. ત્રિભુવનદાસે બાવલાનો એ રંગ દૂર કરવાનું બીડું ઝડપ્યું અને ૧૮૯૮માં સફળતાપૂર્વક તેમણે આ કામ કરી બતાવ્યું. આનાથી તેમની કીર્તિ આખા હિંદુસ્તાનમાં પ્રસરી ગઈ.



                                ૧૯૦૦માં તેમણે મુંબઈમાં ગિરગામ ખાતે એક્ ટૈનિકલ પ્રયોગશાળા સ્થાપી. જૂનાં અને ઝાંખાં થઈ ગયેલાં મોતીઓને ચકચકિત કરવા માટે તેમણે રાસાયણિક પ્રક્રિયા શોધી કાઢી. આ શોધથી તેમને ઘણી કમાણી થઈ, જે તેમણે રસાયણવિજ્ઞાનના પ્રસાર અને પ્રચાર માટે ખર્ચી. હસ્તાક્ષર-નિષ્ણાત તરીકે તેમને જે આવક થતી તે પણ તેમણે પ્રયોગશાળા પાછળ વાપરી હતી. ઇન્ફ્લુએન્ઝા અને પ્લેગ નામના રોગો માટેની પેટન્ટ દવાઓ પણ તેમણે બજારમાં મૂકી હતી. ૧૯૦૨ પછી વડોદરાનું ઍલેમ્બિક કેમિકલ વર્ડ્સ ત્રિભુવનદાસની પ્રેરણા અને પુરુષાર્થના પ્રતાપે જ સ્થપાયેલું. * ત્રિભુવનદાસ ગજ્જર

 

                            ગોવર્ધનરામ ત્રિપાઠી, બળવંતરાય ક. ઠાકોર, . . દ્વિવેદી, કવિ કાન્ત, કવિ ન્હાનાલાલ વગેરે સાહિત્યકારો તેમના મિત્રો હતા. ભારતના વિજ્ઞાનીઓમાં ત્રિભુવનદાસ ગજ્જરનું રસાયણવિજ્ઞાનના ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન છે.


READ તેતર,Pheasant







ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ