header

એક અફવા

 

એક અફવા



ઉડતી-ઉડતી એક અફવા મારી કને આવી હતી,

            ફરિયાદ માત્ર એની એક જ ચવિંગમની જેમ લોકોએ એને ચાવી હતી.


દયા આવતી હશે તમને કદાચ પેલા આંસુ સારતા માણસ પર,

            હકીકત એ છે સૌપ્રથમ એણે જ સત્યની હાસી ઉડાવી હતી.

                                                

પ્રશ્નપત્રમાં પોર્સમોર્ટમ કરવાનું કહેવામાં આવ્યુ હતુ કાવ્યનું,

ને વિધ્યાર્થીઓની જીદ છે એમને જીવંત કવિતા ગાવી હતી.

                                                

હાથમાં ડાયાબિટીસનો રીપોર્ટ ને યાદ આવ્યું દશેરે આ દુકાનની જલેબી બહુ ભાવી હતી,

બોકસ લઇને નિકળી પડ્યો વહેંચવા એમને જેની પાસે પૈસા નોતા પણ મીઠાઇ ખાવી હતી.

                                                

જીવનનો વિરોધાભાસ શુ હોય શકે ? એના ઘરની જ તિજોરી ખાલી હતી,

            જેની પાસે પૂરા રાજ્યનાં ખજાનાની ચાવી હતી.

                                               

ઉડતી-ઉડતી એક છોકરી મારી કને પતંગિયા માફક આવી હતી,

            હુ હતો કાચા ધાગા સમ ને એ મારા માટે ફુલડા ચુંટી લાવી હતી.

                                                

 

                                                                        કવિ. ગોપાલ 


READ દત્તાત્રેય,Dattatreya







ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ