દીપડો (Leopord)
સસ્તન વર્ગનું મોટી બિલાડીના કુળનું શક્તિશાળી શિકારી પ્રાણી.
જંગલમાં વસવાટ કરનારા લોકો જેટલા સિંહ થી નહીં તેટલા વધુ દીપડાથી ડરે છે. દીપડો અને ચીત્તો એ બે પ્રાણી ઓ વિશે ઘણા લોકોમાં ગેરસમજ હોય છે. આ બંને પ્રાણીઓ ની ચામડીની ભાત જુદી હોય છે.
ચિત્તો ટપકાંવાળી ભાતવાળી ચામડી ધરાવે છે. અને તે લુપ્તથવાની અણીપર છે. ભારતમાં હવે ચિત્તા જોવા મળતા નથી, જ્યારે દીપડાની ચામડી પર ચકરડાં ની ભાત હોય છે. પીળાશ પડતી ચામડી પર કાળાં ચકરડાંની ભાત હોય છે. કોઈક વાર કાળા અને શ્વેત દીપડા પણ જોવા મળે છે.
દીપડો, વાઘ અને સિંહની સરખામણીમાં કદમાં નાનો પણ વધારે ક્રૂર અને દગલ બાજ હોય છે. તે એક સાથે ૨૦ થી ૨૫ ઘેટાં-બકરાં મારી નાખે છે. આવો સાહસિક અને ક્રૂર હોવા છતાં તે બીકણ પણ એટલો જ છે. વાઘ, મગર કે માણસ પણ તેને ભગાડી શકે છે.
વાંદરાં, રખડતાં કૂતરાં, નીલગાય, સાબર, ચીતળ અને કાળિયાર જેવાં પ્રાણી ઓનો તે શિકાર કરે છે. તેની શિકાર કરવાની રીત બીજાં પ્રાણી ઓથી જુદી હોય છે. તે શિકાર પર પાછળથી હુમલો કરતો નથી, પરંતુ સામેથી તેની પર આક્રમણ કરી તેને મારી નાખે છે. જંગલની કેડીઓમાં ઝાડ પર છુપાઈને બેઠેલો દીપડો શિકાર પર ત્રાટકે છે. તે શિકારમાં મળેલા વધારાના ખોરાકને ઝાડપર સંતાડીદે છે અને જરૂર પડે તેમતે ખાય છે.
દીપડી એક સાથે બે કે ત્રણ બચ્ચાંને જન્મ આપે છે. જન્મ સમયે તેનાં બચ્ચાંની આંખો બંધ હોવાથી દીપડી તેમને ગુફામાં સંતાડીને રાખે છે અને સ્તનપાન કરાવે છે. બચ્ચાં થોડાં મોટાં થાય એટલે તેમને શિકાર કરતાં શીખવે છે. પોતાની પૂંછડીના ગુચ્છાને આમ તેમ ફેરવી બચ્ચાંને તેની પર ધ્યાન કેન્દ્રિત કરાવી શિકારને મોંથીકે પંજાથી કેમ પકડવો તે તેમને શીખવે છે. દીપડી વિયાય ત્યારે વધારે આક્રમક બની જાય છે. પોતાનાં બચ્ચાં માટે તે ખૂબ પ્રેમરાખે છે.
Read એક અફવા
0 ટિપ્પણીઓ
Please do not share links in comment