header

દુર્ગેશશુક્લ,Durgeshshukla

 

દુર્ગેશશુક્લ

 

(. ૯નવેમ્બર૧૯૧૧, રાણપુર, સૌરાષ્ટ્રઅ. ૧૩જાન્યુઆરી૨૦૦૬, અમદાવાદ) નાટ્યકાર, કવિ, બાળસાહિત્યકાર,

 

            ઉપનામ : ‘નિરંજનશુક્લ’. પિતાનું નામ તુલજાશંકર. વતન વઢવાણ. ૧૯૩૦માં મૅટ્રિક. ૧૯૩૫માં ભાવનગરથી બી... મુંબઈની શાળાઓમાં શિક્ષક. પછી મુખ્ય વ્યવસાય તરીકે લેખનકાર્ય રહ્યું. ગાંધીયુગના આ સર્જકે ટૂંકી વાર્તા, કવિતા, નવલકથા અને નાટ્ય ક્ષેત્રે કલમ ચલાવી છે, પણ મુખ્યત્વે કાવ્ય અને નાટક તેમનાં નોંધ પાત્ર ક્ષેત્રો છે.

            ઉર્વશી (૧૯૩૩) તેમની પ્રસિદ્ધ પદ્ય નાટિકા છે. તેમાં તેમણે સળંગ પૃથ્વીછંદ નો ઉપયોગ કરેલો છે. ‘ઝંકૃતિ, ‘તટેજૂહુના, ‘પર્ણમર્મર’ એ તેમના અન્ય કાવ્ય ગ્રંથો છે. આમાંઝંકૃતિ’ માં મરાઠીમાંથી અનુવાદ કરેલાં તેમજ મૌલિક કાવ્યો છે. તેમની પાસેથીવિભંગકલા' જેવી હાસ્ય રસિક નવલકથા અનેપૂજાનાંફૂલ, ‘છાયા, ‘પલ્લવ' અનેસજીવનઝરણાં' જેવા વાર્તા સંગ્રહો મળ્યા છે. ‘પૃથ્વીનાંઆંસુ, ‘ઉત્સવિકા, ‘ઉલ્લાસિકાવગેરે તેમના એકાંકી સંગ્રહો છે. ‘કબૂતરનો માળો’ અને જળમાં જકડાયેલાંમાં બાળકો માટેની નૃત્ય નાટિકા ઓ છે.

                    ૧૯૫૭માંડોલેછેમંજરી, ‘ડોસીમાનુંતૂંબડું, ‘મૃગાંક, ‘છમછમાછમ’ અનેકલાધામગુફાઓ' અને ૧૯૬૫માં શિશુસાહિત્યસૌરભ' (ભાગ૧-) વગેરે દ્વારા તેમણે બાળ કિશોર સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. તેમના કવિત્વનો લાભ તેમના બાળ સાહિત્યને પણ મળ્યો છે. ‘ડોસીમાનું તૂંબડુંમાં તેમણે જોડકણાંનો ઉપયોગ સરસ રીતે કર્યો છે. કથાનકો અને ભાષા બંને રીતે તેમના સંગ્રહો બાલભોગ્ય છે. એમનાં અનેક કિશોર ભોગ્ય નાટકો રંગભૂમિ પર ભજવાયાં હતાં. તેમની પાસેથી મળેલાં અનેક અનેકાંકી નાટકો અને ત્રિઅંકી પ્રહસ નો એ તેમને સારા નાટ્યકાર તરીકે પ્રસિદ્ધિ અપાવી છે. ‘સુંદરવન, ‘પલ્લવીપરણીગઈ, ‘રૂપમ્પ્રથમમ્, ‘રૂપેરંગેરાણી, ‘ઊગતીપેઢી, ‘અંતેઘરભણી' જેવાં તેમનાં અંગ્રેજી પર થી રૂપાંતિરત થયેલાં નાટકો અનેક વાર ભજવાયેલાં. તેમાંયસુંદરવન, ‘પલ્લવીપરણીગઈ’ જેવાં પ્રહસનોતો રંગભૂમિ પર ખૂબ સફળ થયેલાં.

                    ૧૯૫૩માં તેમણે વિશ્વ વિખ્યાત નાટ્યકાર હેત્રિકઇબ્સન ના કાવ્ય નાટકપિયરજીન્ટ'નો અનુવાદ આપેલો. એમની આ નાટ્ય પ્રવૃત્તિ ને કારણે તેમને ૨૦૦૪નોચંદ્રવદન ચીમનલાલ મહેતા ઍવૉર્ડ' એનાયત થયેલો.


Read  દીપડો (Leopord)












ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ