સરદાર વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ - ૧૫ ડિસેમ્બર ૧૯૫૦)
પુરુનામ :
વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ
જન્મ તારીખ :
31 ઓક્ટોબર , 1875
મૃત્યુ : 15
ડીસેમ્બર , 1950
જીવનસાથી :
ઝવેરબા
સંતાનો :
મણીબેન [1904] ડાહ્યાભાઈ [ 1906]
જન્મા સ્થળ :
નડીયાદ
મૃત્યુ સ્થળ :
મુંબઈ ,ભારત
ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની
સ્વતંત્રતાની લડતમાંમહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર
ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું.
ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારનાનામથીસંબોધાય છે.
તેમજ એના દ્રઢ મનોબળ ના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે.તેમનો ઉછેર ગુજરાતના કરમસદગામમાં થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા.
અને તેમની સફળ વકીલાત દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા
હતા.
ત્યારબાદ તેમણે
ગુજરાતના ખેડા, બોરસદઅને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી,
અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના
ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થઇ. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવાઓ તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી.
તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીને સંગઠિત કરી અને
તેમણે ભારત છોડો
આંદોલનમાં આગળ પડતો ભાગ
ભજવ્યો હતો.
ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે, સરદાર વલ્લભભાઈ
પટેલે પંજાબઅને દિલ્લીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું
હતું.
અને દેશભરમાં
શાંતિનીપુન:સ્થાપના માટે
પ્રયત્નો તથા નેતૃત્વ કર્યું હતું. સરદારે ૫૬૫ અર્ધસ્વાયત્તરજવાડા અને બ્રિટીશ-રાજ વખતનીરિયાસતોને એકત્રિત કરી એક
અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું.
તેમની નિખાલસ
મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળનાવપરાશનીતૈયારીને લીધે સરદારના નેતૃત્વએ
ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પુરોકરાવ્યો.
ભારતના લોખંડી
પુરુષ તરીકે ઓળખાતા
સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ (સર્વ ભારતીય સેવા - રાજ્યકારભારની બધી બિનલશ્કરી શાખાઓ) ના રચયિતા
હોવાથી 'પેટ્રન સૈન્ટ' તરીકે પણ
ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે.
સરદાર, ભારતમાં મુક્ત
વ્યાપાર તથા માલિકી હક્કના સૌથી પહેલાં હિમાયતીઓમાંના એક હતા.
વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ તેમના મામાના ઘરે નડીઆદ - ગુજરાતમાં થયો હતો. તેમની વાસ્તવિક જન્મ તારીખ ક્યારેય નોંધાઇ ન હતી પણ તેમણે તેમની મેટ્રીકની પરીક્ષાના પેપર વખતે ૩૧ ઓક્ટોબરને પોતાની જન્મ તારીખ તરીકે લેખાવી હતી.
તેઓ હિંદુ ધર્મ પાળતા પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા પુત્ર હતાં. તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની ખેતીવાડી હતી. સોમાભાઈ, નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ (કે જેઓ પોતે પણ આગળ જઈને રાજનીતિજ્ઞ થયા) તેમના મોટા ભાઈઓ હતા.
તેમને એક નાના ભાઈ - કાશીભાઈ તેમજ એક નાના બહેન - દહીબા હતા. નાનપણમાં વલ્લભભાઈ તેમના પિતાને ખેતરમાં મદદ કરતા તેમજ બે મહીને એકવાર ઉપવાસ કરતા કે જેમાં તેઓ અન્ન-જળ ગ્રહણ ન કરતા.] ૧૮ વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામમાંજ રહેતા, ૧૨ કે ૧૩ વર્ષની ઉંમરના ઝવેરબા સાથે થયા હતા.
રિવાજને આધીન,
જ્યાં સુધી પતિ કમાઈને ઘર ચલાવવાની જવાબદારી ઉપાડી ન શકે
ત્યાં સુધી તેની પરિણીતા તેના પિતાના ઘરે રહેતી.
વલ્લભભાઈને નિશાળનું ભણતર પુરું કરવા નડીઆદ, પેટલાદ તથા બોરસદ જવું પડ્યું હતું કે જ્યાં તેઓ બીજા છોકરાઓ સાથે સ્વનિર્ભરતાથી રહ્યાં. તેમણે પોતાનો પ્રખ્યાત સંયમી સ્વભાવ કેળવ્યો - એક લોકવાયકા પ્રમાણે તેમણે પોતાને થયેલાં એક ગુમડાંને જરાય સંકોચાયા વિના ફોડ્યું હતું કે જે કરતા હજામ પણ થથર્યો હતો.
વલ્લભભાઈ મેટ્રીકની પરીક્ષામાં ૨૨ વર્ષની મોટી ઉંમરે ઉત્તીર્ણ થયા ત્યારે તેમના વડીલો તેમને એક મહત્વકાંક્ષી વ્યક્તિ તરીકે નહોતા ઓળખતા પણ એમ માનતા કે તેઓ કોઈ સાધારણ નોકરી કે ધંધો કરશે. પણ વલ્લભભાઈની પોતાની અલગ યોજના હતી - તેમને વકીલાતનું ભણી, કામ કરીને પૈસા બચાવી, ઈંગ્લેન્ડમાં ભણી બૅરિસ્ટર બનવુ હતું.
વલ્લભભાઈ વર્ષો સુધી તેમના કુટુંબથી વિખુટા રહીને તથા બીજા વકીલો પાસેથી ચોપડીઓ માંગી, પોતાની રીતે ભણીને બે વર્ષમાં પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં. ઝવેરબાને તેમના પિયરથી લઈ આવીને તેમણે પોતાના ગૃહસ્થ જીવનની શરુઆત કરી તથા ત્યાંના બાર (વકીલ મંડળ) માં નામ નોંધાવ્યું.
તેમને પૈસા બચાવવા માટે જે ઘણાં વર્ષો લાગ્યા તેમાં
તેમણે પોતાના માટે એક તીવ્ર તથા કુશળ વકીલ તરીકેની કિર્તી મેળવી. તેમના પત્ની
ઝવેરબાએ બે સંતાનો - ૧૯૦૪માં મણીબેન તથા ૧૯૦૬માં ડાહ્યાભાઈને જન્મ આપ્યો.
વલ્લભભાઈએ ગોધરા, બોરસદ તથા આણંદમાં વકીલાત કરતી વખતે પોતાની કરમસદ સ્થિત વાડીની નાણાંકીય જવાબદારી પણ ઉપાડી લીધી હતી. ૧૯૦૯માં વલ્લભભાઈના પત્ની ઝવેરબાને કેંસર માટેની શસ્ત્રક્રિયા માટે મુંબઈના મોટા રુગ્ણાલયમાં ભરતી કરવામાં આવ્યા.
તેમની તબીયત અચાનક વણસી અને તેમની ઉપર કરેલી તાત્કાલીક શસ્ત્રક્રિયા સફળ હોવા છતાં તેમનું રુગ્ણાલયમાંજ દેહાંત થયું. વલ્લભભાઈને તેમના પત્નીના દેહાંતના સમાચાર આપતી ચબરખી જ્યારે આપવામાં આવી ત્યારે તેઓ ન્યાયાલયમાં એક સાક્ષીની ઉલટ-તપાસ કરી રહ્યા હતા. બીજાઓના વૃત્તાન્ત પ્રમાણે કે જેમણે તે ઘટના નિહાળી હતી,વલ્લભભાઈએ તે ચબરખી વાંચી તેમના ખીસામાં સરકાવી દીધી અને સાક્ષીની ઉલટ તપાસ ચાલુ રાખી અને તેઓ તે મુકદ્દમો જીતી ગયા.
મોહનદાસ ગાંધીની બાબતમાં સાંભળીને તેમણે મવલંકરને મજાકમાં
કહ્યું હતું કે “પુછશે કે
ઘઉંમાંથી કાંકરાં વિણતા આવડે છે અને એનાથી દેશને આઝાદી મળશે
વલ્લભભાઈએ તેમના સપ્ટેમ્બર ૧૯૧૭ના બોરસદમાં આપેલાં ભાષણમાં દેશભરના ભારતીયોને ગાંધીજીની અંગ્રેજો પાસેથી સ્વરાજની માંગણી કરતી અરજીમાં સહભાગી થવા માટે આવાહન કર્યું હતું.
એક મહીના પછી ગોધરામાં આયોજીત ગુજરાત રાજનૈતિક
મહાસભામાં ગાંધીજીને મળ્યા બાદ તથા તેમના તરફથી પ્રોત્સાહન મળ્યા બાદ વલ્લભભાઈ
ગુજરાત સભાના સચિવ બન્યા કે જે આગળ ચાલીને ઈંડિયન નેશનલ કોંગ્રસની ગુજરાતી શાખામાં
પરીર્વતીત થઈ હતી.
સરદાર પટેલે ભારતના ભાગલા સમયે કહ્યું હતું કે, "કાયરતા એ આપણી નબળાઇ છે, દુશ્મન સામે છપ્પનની છાતી રાખો." આપણે સહુ જાણીએ છીએ કે કાશ્મીર મુદ્દે સરદાર અને નહેરૂ વચ્ચે મતભેદો હતા. દેશના ભાગલા સમયે જ્યારે બ્રિટિશ સરકારે સત્તા છોડી ત્યારે લોર્ડ માઉન્ટબેટને કાશ્મીરના મહારાજાને હિંદી સંઘ અથવા પાકિસ્તાનમાંથી એકમાં ભળી જવાની સલાહ આપી હતી રાજા હરિસિંહજીએ તેમની અવગણના કરી હતી.
મહારાજાએ પાકિસ્તાન સાથે અમુક કરારો કર્યા પરંતુ વિધિવત જોડાણ ન કર્યું જેથી પાકિસ્તાન ગુસ્સે થયું અને કાશ્મીર સાથેનો તમામ વ્યવહાર અટકાવી દીધો.
આ સમયે જીવન-જરૂરી પુરવઠો મેળવવા માટે કાશ્મિર ભારત તરફ વળ્યું અને પાકિસ્તાનને લાગ્યું કે કાશ્મિર તેમનાં હાથમાંથી છુટીને ભારત પાસે સરકી જશે, અને આ ભય હેઠળ પાકિસ્તાને કાશ્મીરની સરહદ ઉપર છમકલાં કરવાની શરૂઆત કરી.
૨૩ ઓકટોબર ૧૯૪૭ના રોજ પાકિસ્તાને મોટાપાયે હુમલો કર્યો અને તેનુ સૈન્ય શ્રીનગરથી આશરે ૬૫ કિ.મી. દૂર સુધી પહોંચી ગયું. આ કટોકટીભરી સ્થિતિમાં મહારાજા હરિસિંહજીએ સરદારનો સંપર્ક સાધ્યો.
સરદારતો આવા કોઇપણ આમંત્રણની રાહ જ જોઇ રહ્યા હતા. તેમણે તાબડતોબ મેનનને વિમાનમાં જમ્મુ મોકલ્યા અને મહારાજાએ હિંદી સંઘ સાથેના જોડાણખત ઉપર સહી કરી આપી અને લશ્કરી મદદની માંગણી કરી.સરદાર પટેલને આ સમાચાર મળતાં જ તેમણે લોર્ડ માઉન્ટ બેટન અને નહેરૂ સાથે મસલત કરી હવાઇ માર્ગે લશ્કર કાશ્મીર મોકલ્યું, પાકિસ્તાની સૈન્યએ ૨૬ ઓક્ટોબરને દિવસે શ્રીનગરમાં ઇદ ઉજવીને પોતાનો વિજય જાહેર કરવાનું ફરમાન કરી દીધું હતું,
પરંતુ તે સાંજે જ ભારતીય લશ્કરનાં ધાડા ઉતરી પડ્યાં. ઘમાસાણ
યુદ્ધ થતા પાકિસ્તાની સૈન્યએ પીછેહઠ કરવી પડી, પરંતુ કાશ્મીર પ્રશ્ને બંને દેશનાં ગવર્નર જનરલો તથા બે
વડાપ્રધાનો વચ્ચે કોઈ સમજુતી થઇ શકી નહીં.
બંને સરકારોએ કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં સામેવાળા લશ્કરને પાછું ખેંચવાની માંગણી કરી, પરંતુ બંનેની હઠના કારણે ત્યાં પણ કોઇ નિર્ણય થઈ શક્યો નહી. લોર્ડ માઉન્ટબેટને બ્રિટિશ વડાપ્રધાનને 'અંગત મધ્યસ્થી' માટે પ્રયાસ કરવા વિનંતિ કરી પરંતુ તેમણે એમ કરવાની ના પાડી અને સંયુક્ત રાષ્ટ્રસંઘનાં શરણે જવા સુચવ્યું.
અંતે લોર્ડ માઉન્ટબેટનની સલાહથી હિંદ
સરકારે સંયુકત રાષ્ટ્રસંઘ પાસે કાશ્મીરનો પ્રશ્ન રજૂ કરવાનો નિર્ણય કર્યો. આ ઝઘડો
બહારની સંસ્થા સમક્ષ લઇ જવાના નિર્ણયથી ગાંધીજી ખુશ નહોતા, તેમણે ચેતવણી આપી હતી કે, 'એથી કેવળ વાંદરાનો ન્યાય જ મળશે.'
સરદારે ભારતભરમાં મોટા જન સમુદાયોને લાગણીશીલ ભાષણો આપ્યા હતા કે જેમાં તેમણે લોકોને કર નહી ભરીને અસહકાર ચળવળમાં સામેલ થવા તથા મોટાપાયે ધરણા આયોજી સનદી સેવાઓને ઠપ કરવા કહ્યું હતું.
તેમણે નાણાં એકઠા કર્યા તથા રાષ્ટ્રીય નેતાઓની ધરપકડનાં ભય સામે બીજી હરોળના
સંચાલકો ઉભા કર્યા. ૭મી ઓગસ્ટે
સરદારે મુંબઈની ગોવાળીયા ટેંક મેદાનમાં ૧૦૦૦૦૦ લોકોની સામે ભાષણ કરતા કહ્યુ હતું:
૧૯૪૬માં કૉંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીમાં સરદારે નેહરુની તરફેણમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. આ ચૂંટણીની મહત્તા એ હતી કે એમાં ચૂંટાઈ આવનારા પ્રમુખ, સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારના નેતા બનવાના હતા.
જ્યારે
ગાંધીજીએ ૧૬ રાજ્યોના પ્રતિનિધિઓ તથા કૉંગ્રેસને યોગ્ય ઉમેદવાર નીમવા જણાવ્યું
ત્યારે ૧૬ માંથી ૧૩ પ્રતિનિધિઓએ સરદારનું નામ સુચવ્યું હતું.
છતાં ગાંધીજીની ઈચ્છાને માન આપી સરદારે ભારતના પહેલા પ્રધાનમંત્રી બનવાની તક જતી કરી હતી. ગૃહમંત્રીની ભૂમિકામાં તેમણે કેંદ્રીય-તંત્ર હેઠળ ભારતનું એકીકરણ કર્યું, પણ માત્ર નેહરુને કારણે જમ્મુ કાશ્મીરનું પુર્ણ સમન્વય બાકી રહી ગયું.
નેહરુના કૉંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ,
સરદારે ભારતની સંવિધાન સભાની સામાન્ય ચૂંટણી માટે
કૉંગ્રેસની તૈયારીઓને દીશા આપવા માંડી.
ચૂંટણીમાં કૉંગ્રેસે હિંદુ મતદાર મંડળમાંથી બહુમતીની બેઠકો જીતી, પણ મુસ્લિમ મતદાર મંડળમાંથી મોહમ્મદ અલી જીન્નાના નેતૃત્વ હેઠળ મુસ્લિમ લીગને બહુમતીની બેઠકો મળી.
મુસ્લિમ લીગે 1940માં પાકીસ્તાન માટેની માંગણીની ધોષણા કરી હતી તથા તેઓ
કૉંગ્રેસના તીવ્ર ટીકાકાર હતા. સિંધ, પંજાબ તથા
બંગાળને બાદ કરતા, કે જ્યા તેમણે
બીજા પક્ષો સાથે ગઠબંધન કરી સરકાર બનાવી, બીજા બધા
પ્રાંતોમાં કૉંગ્રેસે બહુમતીથી સરકાર બનાવી.
૩જી જુનની યોજના હેઠળ ૬૦૦થી વધુ રજવાડાઓને ભારત કે પાકિસ્તાનની સાથે જોડાઈ જવાની કે પછી સ્વતંત્રતા સ્વીકારવાની તક આપવામાં આવી હતી.
ભારતીય રાષ્ટ્રીયતાવાદીઓ તેમજ આમ જનતાના ઘણા ખરા ભાગને ડર હતો કે જો આ રજવાડાઓનો સમન્વય નહીં થાય તો મોટાભાગનો જન સમુદાય તેમજ પ્રાંતો ખંડિત રહી જશે.
કૉંગ્રેસ તેમજ ઉપરી અંગ્રેજ અધિકારીઓનું માનવું હતુ કે રજવાડાઓને ભારતના રાજ્ય સંગઠનમાં સમન્વિત કરવાની કામગીરી સરદાર ઉત્તમ રીતે પાર પાડી શકશે. ગાંધીજીએ સરદારને કહ્યું હતુ કે “રાજ્યોનો મામલો એટલો મુશ્કેલ છે કે માત્ર તમેજ તેને ઉકેલી શકશો.
” સરદારની ગણના પ્રમાણિક અને વ્યહવારુ નિર્ણય લેવાની શકિત ધરાવતા મુત્સદ્દી રાજનીતિજ્ઞ તરીકે થતી હતી કે જેઓ મહત્વનું કામ સફળતાથી પાર પાડી શકતા હતા. સરદારે વી.પી.મેનનને, કે જેઓ ઉપરી સરકારી સનદી હતા તેમજ ભારતના ભાગલા વખતે સરદાર સાથે કામ કરી ચુક્યા હતા,
રાજ્ય ખાતામાં
મુખ્ય સચિવ બની તેમના ખાસ સહયોગી બનવા કહ્યું હતુ. ૬ મે ૧૯૪૭ થી સરદારે રાજાઓની
સાથે મંત્રાણા ચાલુ કરી પોતાની વાત રજુ કરી હતી કે જેના થકી રાજાઓ ભારતની બનવાવાળી
સરકાર સાથે મંત્રણા કરવા રાજી થાય તથા સંભવિત ઘર્ષણો ઉભા ન થાય તેની તકેદારી લઈ
શકાય.
સરદારે સામાજીક મુલાકાતો તેમજ અનૌપચારીક વાતાવરણ, જેમકે તેમના દિલ્હી ખાતેના ઘરે જમવા કે ચા માટે બોલાવીને મોટાભાગના રાજવીઓને વાટાઘાટોમાં સામેલ કર્યા હતા. આ મુલાકાતો વખતે તેમણે
કહ્યું હતુ કે કૉંગ્રેસ તથા રાજરજવાડાઓ વચ્ચે કોઈ મુળભુત તકરાર છે નહીં, છતાં તેમણે એ વાત ઉપર ભાર આપ્યો હતો કે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭નાં દિવસે રજવાડાઓએ સદ્ભાવનાથી ભારતની સાથે સમન્વિત થઈ જવું રહેશે.
સરદારે રાજવીઓની
સ્વદેશાભિમાનની લાગણીને ઉશ્કેરતા કહ્યું કે તેમણે એક જવાબદારી ભર્યા શાસકની જેમ,
કે જેમને પોતાની જનતાના ભવિષ્યની કદર હોય,
પોતાના રાજ્યની સ્વતંત્રતામાં સહભાગી થવુ જોઈએ.
તેમણે ૫૬૫ રાજવીઓને એ બાબત ઉપર સંમત કર્યા હતા કે તેમની પ્રજાની લાગણીઓ વિરુદ્ધ જઈને ભારતથી સ્વતંત્ર રહેવું તે અશક્ય જણાતું હતું.
તેમણે વિલિનીકરણ માટે રાજવી સામે સાનુકુળ શરતો મુકી કે જેમાં રાજવીઓના વંશજો માટે અંગત ખર્ચ મુડીની પણ જોગવાઈ કરાઈ હતી. રાજવીઓમાં દેશપ્રેમની લાગણીને ઉશ્કેરતી વખતે સરદારે જો જરૂર પડે તો બળનો રસ્તો અપનાવાનો વિકલ્પ પણ ખુલ્લો રાખ્યો હતો અને વિલિનીકરણના દસ્તાવેજો ઉપર સહી કરવાની છેલ્લી તારીખ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ની રાખી હતી.
૩ને
બાદ કરતા બીજા બધા રજવાડાઓ ભારતમાં વિલીન થઈ ગયા, પણ માત્ર જમ્મુ કાશ્મિર, જુનાગઢ તથા હૈદરાબાદ સરદારની સાથે સંમત નહી થયા.
સર શાહનવાઝ ભુત્તોના દબાણને વશ થઈને ત્યાંના નવાબે પાકિસ્તાનમાં વિલિનીકરણ સ્વીકાર્યું કે જ્યારે તે પાકિસ્તાનથી ઘણું દુર હતું તેમજ ત્યાંની ૮૦ ટકા પ્રજા હિંદુ હતી.
સરદારે મુત્સદ્દીગીરી તથા બળનો સમન્વય કરતા નવાબ પાસે માંગણી કરી હતી કે તેઓ પાકિસ્તાન સાથેના વિલિનીકરણને રદ્ કરીને ભારત સાથે સમન્વિત થઈ જાય.
તેમણે પોતાનો ઈરાદો પુરવાર કરવા જુનાગઢની હકૂમત નીચેના ૩ પ્રદેશોનો તાબો લેવા સેનાને મોકલી હતી. મોટાપાયાના આંદોલનો તેમજ લોક સરકાર, કે જેને ‘આરઝી હુકુમત’ કહેવામા આવી, તેના બન્યા પછી ભુત્તો તેમજ નવાબ બન્ને કરાચી પલાયન થઈ
ગયા અને સરદારના આદેશાનુસાર ભારતિય સેના તેમજ પોલીસની ટુકડીઓએ રાજ્યમાં કુચ કરી તાબો લીધો. ત્યાર બાદ લેવાયેલા મતદાનમાં ૯૯.૫ ટકા મતો ભારત સાથેના વિલિનીકરણની તરફેણમાં પડ્યા હતા.
જુનાગઢનો તાબો લીધા બાદ ત્યાંની બહાઉદ્દીન કોલેજમાં ભાષણ
આપતી વખતે સરદારે હૈદરાબાદ માટેની ઉત્સુકતા વર્ણવી હતી કે જે તેમના મતે ભારત માટે
કાશ્મિર કરતાં પણ વધુ મહત્તવનું રાજ્ય હતું. તેમણે કહ્યું હતુ કે:
“જો હૈદરાબાદ દિવાલ
ઉપરના લખાણને અવગણશે તો તેની પરિસ્થિતી પણ જુનાગઢ જેવી થશે.
પાકિસ્તાને કાશ્મિરને જુનાગઢની બદલે લેવાનો
પ્રયત્ન કર્યો. જ્યારે અમે લોકશાહીથી મામલાને ઉકેલવાનો સુઝાવ કર્યો ત્યારે તેમણે
(પાકિસ્તાને) તુરંત જવાબ આપ્યો કે જો આપણે કાશ્મિર માટે તેમ કરશું તો તેઓ તૈયાર
છે. અમારો પ્રત્યુત્તર હતો કે જો તમે હૈદરાબાદ માટે તૈયાર હો તો અમે કાશ્મિર માટે
તૈયાર છીએ.”
હૈદરાબાદ બધા રજવાડાઓમાં સૌથી મોટું હતું અને અત્યારના
આંધ્ર પ્રદેશ, કર્ણાટક તથા મહારાષ્ટ્રના ભાગોનો તેમાં સામાવેશ થતો હતો.
ત્યાંના શાસક નિઝામ ઓસ્માનઅલી ખાં મુસ્લિમ હતા પણ ૮૫ ટકા પ્રજા હિંદુ હતી. નિઝામને
સ્વતંત્રતા કે પછી પાકિસ્તાન સાથે સમન્વય જોઈતો હતો.
રઝાકર તરીકે ઓળખાતા
કાઝી રાઝવી હેઠળના મુસ્લિમ દળો કે જે નિઝામ પ્રત્યે નિષ્ઠા ધરાવતા હતા તેમણે નિઝામ
ઉપર ભારત સામે ઉભા રહેવા માટે દબાણ કર્યું હતું અને સાથોસાથ સામ્યવાદી લડાઈખોરો
સાથે મળીને ભારતની ભુમી ઉપર વસતા લોકો ઉપર હુમલાઓ કર્યા હતા.
લડાઈ ટાળવાના લોર્ડ માઉન્ટબેટનના અત્યંત પ્રયાસ બાદ હયાતીમાં આવેલા સ્ટેન્ડ સ્ટિલ (જેમ છો તેમ) કરાર છતા નિઝામ દરખાસ્તો ઠુકરાવીને પોતાનું વલણ બદલતા રહ્યા. સપ્ટેમ્બર ૧૯૪૮માં સરદારે મંત્રીમંડળની બેઠકમાં ભાર પુર્વક કહ્યું હતું કે ભારતે વધારે સહન ન કરવું
જોઈએ અને તેમણે નેહરુ તથા ચક્રવર્તિ
રાજગોપાલાચાર્ય ને લશ્કરી કાર્યવાહી માટે મનાવી લીધા હતા. તૈયારીઓ બાદ,
જ્યારે નેહરુ યુરોપની યાત્રા ઉપર હતા ત્યારે કાર્યવાહી
પ્રધાનમંત્રી તરીકે સરદારે ભારતીય સેનાને હૈદ્રાબાદને ભારતમાં સમન્વિત કરવાનો
નિર્દેશ આપ્યો હતો.
આખી યોજનાને ઓપરેશન પોલોનું નામ આપવામાં આવ્યું કે જેમાં હજારો રઝાકાર દળના સભ્યો મરણ પામ્યા, પણ જેના અંતે હૈદરાબાદનું ભારતમાં સંપુર્ણપણે વિલણીકરણ થઈ ગયું. લોર્ડ માઉન્ટબેટન તથા નેહરુનો બળ નહી વાપરવા પાછળનો હેતુ હિંદુ – મુસ્લિમ હિંસા ટાળવાનો હતો,
પણ સરદારનો ભારપુર્વક મત હતો કે જો હૈદરાબાદને તેનો અઢંગા
ચાળા ચાલુ રાખવા દીધા હોત તો સરકારની પ્રતિષ્ઠાને હાની પહોંચી હોત અને હિંદુ કે
મુસ્લિમ કોઈ તેના રાજમાં સુરક્ષિતતાનો અનુભવ ન કરત. નિઝામને હરાવ્યા બાદ સરદારે
તેમને રાજ્યના ઔપચારિક પ્રમુખ તરીકે રહેવા દઈ તેમની સાથે વાટાઘાટો કરી હતી.
૨૯ માર્ચ ૧૯૪૯ ના દિવસે સરદાર તથા તેમના પુત્રી મણીબેન તેમજ
પટીયાલાના મહારાજા જે વિમાનમાં પ્રવાસ કરી રહ્યા હતા તે વિમાન સાથેનો
સત્તાધિકારીઓનો સંપર્ક ટુટી ગયો હતો. એન્જીનની ખરાબીને કારણે વિમાનચાલકે
રાજસ્થાનના રણ પ્રદેશમાં વિમાનનું તાતીનું ઉતરાણ કરવું પડ્યુ હતું. આ પ્રસંગમાં
કોઈને હાની ન પહોંચી હતી અને સરદાર બીજા યાત્રીઓ સાથે પાસેના ગામ સુધી ચાલતા જઈ
ત્યાંના સ્થાનિક અધિકારીઓને જાણ કરી હતી.
જ્યારે સરદાર દિલ્હી પહોંચ્યા ત્યારે હજારો કોંગ્રેસી કાર્યકરોએ તેમને હાર્દિક આવકાર આપ્યો હતો તેમજ સંસદમાં મંત્રીઓએ ઉભા થઈને લાંબા સમય સુધી તાળીઓના ગડગડાટ સાથે અભિવાદન કર્યું કે જેના લીધે સંસદની કાર્યવાહી અડધા કલાક માટે બંધ રાખવામાં આવી હતી.
તેમના જીવનનાં
પાછલા વર્ષોમાં સરદારને સંસદ તરફથી બહુમાનીત કરવામાં આવ્યા હતા તેમજ પંજાબ
વિશ્વવિદ્યાલય અને ઓસ્માનિયા વિશ્વવિદ્યાલય તરફથી સન્માનિત ડૉક્ટરેટની પદવી
નવાજવામાં આવી હતી. સરદારની તબિયત ૧૯૫૦ના ઉનાળા દરમ્યાન બગડતી ગઈ.
તેમને પછીથી ઉધરસમાં લોહી નીકળતું હતું અને ત્યારે મણીબેને તેમની મંત્રણાઓ તેમજ કામ કરવાના કલાકોમાં ઘટાડો કરાવ્યા હતો તથા સરદારની દેખરેખ માટે વ્યક્તિગત વૈદ્યકીય મદદ તથા પરીચારકોનો પ્રબંધ કરાવ્યો હતો.
પશ્ચિમ બંગાળના ગર્વનર તથા ડોક્ટકર બિધાન રોયએ
સરદારને તેમના અનિવાર્ય અંતની બાબતમાં રમુજ કરતા સાંભળ્યા હતા તેમજ એક ખાનગી
મંત્રણા વખતે સરદારે તેમના મંત્રીય સહકાર્યકર ન. વ. ગાડગીલને નિખાલસતાથી કહ્યું
હતું કે પોતે લાંબુ જીવશે નહી. બીજી નવેમ્બરથી, કે જ્યારે સરદાર વારંવાર શુધ્ધી ખોઈ બેસતા હતા,
ત્યારથી તેમની હિલચાલ તેમના પલંગ સુધી સીમિત રાખવામાં આવી
હતી.
૧૨ ડિસેમ્બરે જ્યારે તેઓ તેમના મુંબઈ સ્થિત દિકરા, ડાહ્યાભાઈના ઘરે આરામ કરવા વિમાન પ્રવાસ કરવાના હતા ત્યારે તેમની તબીયત નજુક હતી અને નેહરુ તેમજ રાજગોપાલાચારી તેમને વિમાનમથકે મળવા ગયા હતા. ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના દિવસે તેમને મોટા હ્રદય હુમાલો થયો હતો (તેમનો બીજો) કે જેના લીધે તેમનુ દેહાંત થયું હતુ.
તે દિવસે અભુતપુર્વ તેમજ અનન્ય ઘટનામાં ભારતીય સનદી સેવા તેમજ પોલીસ સેવાના ૧૫૦૦ અધિકારીઓ સરદારના દિલ્હી સ્થીત તેમના રહેઠાણે તેમના દેહાંતના દુ:ખમાં સહભાગી થવા મળ્યા હતા અને તેઓએ પ્રણ લીધું હતું કે તેઓ ભારતની સેવા ‘પુર્ણ વફાદારી તેમજ અવરિત ઉત્સાહ’ સાથે કરશે.
સરદારનો અગ્નિદાહ મુંબઈના સોનાપુર સ્થિત સ્મશાનગૃહમાં
કરવામાં આવ્યો હતો અને ત્યાં મોટો જનસમુદાય તેમજ નેહરુ, રાજગોપાલાચારી અને રાષ્ટ્રપતિ પ્રસાદ હાજર હતા.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment